સંસદસભ્‍યોના સ્‍થાનિક વિસ્‍તાર વિકાસ યોજના (એમપીએલએડીએસ)

સંસદ સભ્‍ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના બાબતે (MPLADS) ના અમલીકરણ માટેની તમામ સત્તાઓ આપવામાં આવેલ છે. આ યોજના હેઠળ દરેક સંસદ સભ્‍યને તેમના મતદાર વિસ્‍તાર માટે રૂ. ૫ કરોડ સુધીના કાર્યો માટે જીલ્‍લા કલેકટરને સૂચવવા માટે પસંદગી કરી શકે છે. રાજ્ય સભા સાંસદ તેઓ જ્યાંથી ચૂંટાયા છે તે રાજ્યના કોઇપણ એક અથવા વધુ જીલ્‍લાઓમાં કાર્યો કરવાની ભલામણ કરી શકે છે. લોકસભા અને રાજ્યસભામાં નામાંકિત થયેલા સભ્‍યો દેશના કોઇપણ રાજ્યના એક અથવા વધુ જીલ્‍લાઓને પસંદગી તેમના સૂચવેલા કાર્યો માટે કરી શકે છે. વિભાગ દ્વારા યોજનાના વિચાર, અમલીકરણ અને દેખરેખ સંબંધિત માર્ગદર્શિકા અપાઇ છે. આ યોજના સફળતાપૂર્વક અમલમાં મુકાયેલ છે તેની ખાતરી કરવા માટે વિભાગે બધાં જ જરૂરી પગલાંઓ અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ કાર્યોની પ્રગતિનું નિરીક્ષણ નિયમિત ધોરણે કરવામાં આવે છે.

વઘુ માહિતી માટે mplads.nic.in

Go Top