માર્ગદર્શક યાદી સુધારણા સમિતિ

વિકેન્દ્રિત જિલ્‍લા આયોજન કાર્યક્રમ અંગેની માર્ગદર્શક યાદી હેઠળના કામોમાં ફેરફાર કરવા અને આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો(ATVT) યોજનામાં હાથ ધરવામાં આવતા કામોમાં ફેરફાર માટે જરૂરી સૂચનો કરવા માટેની માર્ગદર્શક યાદી સુધારણા સમિતિ :-

આ વિભાગના તા.૦૩/૦૯/૨૦૧૬ના ઠરાવ ક્રમાંક:-વજઅ-૧૫૨૦૦૪-૩૬૬૫-ય થી માન.મંત્રીશ્રીઓની સમિતિની રચના કરવામાં આવેલ છે. તા.૨૨/૦૧/૨૦૧૮ના સમાનાંકી ઠરાવથી શ્રી સૌરભભાઇ પટેલ, માન.મંત્રીશ્રી, ઊર્જાના અધ્યક્ષસ્‍થાને ઉક્ત હેતુ માટે નીચે મુજબની સમિતિની રચના કરવામાં આવેલ છે.

ક્રમ માન.મંત્રીશ્રીનું નામ સમિતિમાં હોદ્દો
(૧) શ્રી સૌરભભાઇ પટેલ, માન.મંત્રીશ્રી,ઊર્જા અધ્યક્ષશ્રી
(૨) શ્રી ગણપતભાઈ વસાવા, માન.મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન સભ્યશ્રી
(૩) શ્રી પ્રદિપસિંહ જાડેજા, માન. રાજયકક્ષાના મંત્રીશ્રી, ગૃહ, ઊર્જા, વૈધાનિક અને સંસદીય બાબતો, કાયદો, ન્યાયતંત્ર(રાજ્યકક્ષા), પોલીસ હાઉસીંગ, બોર્ડર સિક્યુરીટી, સીવીલ ડેફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, સ્વૈછીક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ( તમામ સ્વતંત્ર હવાલો) સભ્યશ્રી
(૪) શ્રી જયદ્રથસિંહજી પરમાર, માન. રાજયકક્ષાના મંત્રીશ્રી, કૃષિ (રાજ્ય કક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) સભ્યશ્રી
  • ઉપર્યુકત સમિતિની બેઠક દર છ માસે બોલાવવાની રહેશે. પરંતુ અધ્યક્ષશ્રીને જરૂર જણાય ત્યારે તેઓશ્રી આ સમિતિની બેઠક બોલાવી શકશે.
  • આ સમિતિની બેઠકમાં માન.મંત્રીશ્રીઓ, માન.સંસદસભ્યશ્રીઓ, માન.ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રીઓ અને જિલ્લા આયોજન અધિકારીશ્રીઓ તરફથી મળેલ સુચનો ધ્યાને લેવામાં આવે છે.
Go Top